You are currently viewing આર્કિટેક્ચરલ ડિઝાઇન અને પ્લાનિંગ: એક કારકિર્દી વિકલ્પ

આર્કિટેક્ચરલ ડિઝાઇન અને પ્લાનિંગ: એક કારકિર્દી વિકલ્પ

નિધિ દિક્ષિત

નમસ્કાર મિત્રો! જો હું તમને સ્ટેચ્યુ ઑફ યુનિટી અથવા મુંબઈ એરપોર્ટ બિલ્ડિંગ અથવા ઑરોવિલે ટાઉન (પુડુચેરી) જેવા આ નામો કહું, તો તરત જ તમારા મનમાં શું વિચાર આવે? હા, આ બધા આધુનિક ભારતના સૌથી પ્રભાવશાળી અને તાજેતરના આર્કિટેક્ચર પ્રોજેક્ટ કહી શકાય. ભારત દેશે દુનિયા ને ઘણા ખુબ જ પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ આપ્યા છે જેમ કે: બ્રિન્દા સોમાયા, બાલકૃષ્ણ અથવા બી.વી.દોશી, ચિત્રા વિશ્વનાથન, બિજોય જૈન, બિમલ પટેલ, ખુસરુ ઈરાની, સોનમ વાંગચુક, ક્રિસ્ટોફર ચાર્લ્સ બેનિંગર વગેરે.

બાલકૃષ્ણ દોશી કે જેઓ ગુજરાતી (અને અમદાવાદવાસી) છે તેમને તાજેતરમાં જ લંડનની વિખ્યાત રોયલ સોસાયટી ઓફ આર્કિટેક્ચર દ્વારા પ્રતિષ્ઠિત લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બીજા એવા જ એક પ્રખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ, બિમલ પટેલ આખો દેશ જેની સૌથી આતુરતાથી રાહ જોવે છે તે પ્રોજેક્ટ ડિઝાઇન કરી રહ્યા છે – દિલ્હી સેન્ટ્રલ વિસ્ટા, જે 2025માં તૈયાર થવાની અપેક્ષા છે. સોનમ વાંગચુક, એક અન્ય જાણીતા આર્કિટેક્ટ છે જેમના ઉપરથી હિન્દી ફિલ્મ ‘3 ઇડિયટ્સમાં રાંચોના પ્રખ્યાત પાત્ર ઘડવામાં આવ્યું હતું!

તો ચાલો, આપણે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા દરેક વ્યવસાય ની ભૂમિકા વિશે વાત કરીએ જે બધા સાથે મળીને ખરેખર જાદુ જેવું જ કામ કરે છે. એક આર્કિટેક્ટની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક છે અને તેમનું કાર્યક્ષેત્ર ફક્ત ઇમારતોની ડિઝાઇનથી ઘણું વધારે આગળ જાય છે. તેઓ આપણા સૌના સ્વાસ્થ્ય, સલામતી અને સુખસગવડો નું ધ્યાન રાખે છે. તેઓ તેમના ગ્રાહકોના જીવન અને તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ, આપણા શહેરોના જીવનસ્તર માં સુધારો કરે છે. બાંધકામ ઉદ્યોગમાં તેજી અને વિકાસ સાથે, આર્કિટેક્ચર ક્ષેત્રમાં નોકરીઓ માટે ઘણી બધી તકો ઉભી થઇ રહી છે.

આર્કિટેક્ચર અને બાંધકામ ક્ષેત્રમાં બધાની અલગઅલગ ભૂમિકાઓ છે, જેમ કે:

  1. આર્કિટેક્ટ: એ એક ડિઝાઇનર છે જે ટેક્નોલોજી અને કલાનું એક આગવું મિશ્રણ સર્જી શકે છે અને ક્લાયન્ટને શહેર અથવા ગામની કાનૂની સીમાઓ ધ્યાનમાં રાખીને, તેના બાંધકામના સપનાને પુરા કરવામાં મદદ કરે છે. આર્કિટેક્ટ બનવા માટે 5 વર્ષનો આર્કિટેક્ચર ડિગ્રી કોર્સ કરવાનો હોય છે. તેના પછી આર્કિટેક્ટ, કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (https://www.coa.gov.in) ના લાયસન્સ સાથે ડૉક્ટરો અને વકીલોની જેમ જ પ્રેક્ટિસ કરી શકે છે. આર્કિટેક્ચર એક એવું ક્ષેત્ર છે જ્યાં કારકિર્દી ઘડવા માટે ખુબ ધીરજની જરૂર પડે છે. આર્કિટેક્ટ ની જવાબદારી એક જહાજના કપ્તાન તરીકે જેવી માની શકાય જે તેના બાંધકામ સાથીદારો સાથે સફર કરે છે અને ગ્રાહકોને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે.

  2. સિવિલ એન્જિનિયર: એક એન્જિનિયર છે જે આર્કિટેક્ટ સાથે કામ કરે છે અને પોતાની માળખાકીય ગણતરીઓ વડે કલ્પના સાકાર કરવામાં મદદ કરે છે.

  3. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ એન્જિનિયર ટીમ: આ એન્જિનિયરોની એક આખી ટીમ હોય છે જે આર્કિટેક્ટને એરકંડિશનિંગ, પ્લમ્બિંગ અને અન્ય મિકેનિકલ સિસ્ટમ એક્ઝિક્યુશન સપોર્ટ સાથે મદદ કરે છે.

  4. બિલ્ડર/ડેવલપર: એ પૈસાનું રોકાણ ધરાવતો ક્લાયન્ટ છે જે શરૂઆતમાં પ્રોજેક્ટની માલિકી ધરાવે છે અને તે પૂરો પાર પડે તેનું ધ્યાન રાખે છે.

અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો

બાંધકામ ક્ષેત્રે પ્રચલિત નવીનતમ વલણો અને ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને નવી ડિઝાઇન બનાવવાની ક્ષમતાને સમૃદ્ધ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ અભ્યાસક્રમ છે. તે નવીન અને સર્જનાત્મક કૌશલ્યોના વિકાસમાં મદદ કરે છે.

  • બેચલર ઑફ આર્કિટેક્ચર (B.Arch.)

  • બેચલર ઓફ પ્લાનિંગ (B.Plan.)

બેચલર ઑફ આર્કિટેક્ચર અને બેચલર ઓફ પ્લાનિંગ વચ્ચેનો તફાવત: આર્કિટેક્ચરમાં સ્નાતક એ 10 સેમેસ્ટર (5 વર્ષ) નો પ્રોગ્રામ છે, જ્યારે પ્લાનિંગમાં સ્નાતક એ 8 સેમેસ્ટર (4 વર્ષ) નો ડિગ્રી પ્રોગ્રામ છે. બી.આર્ચ. 2D અને 3D માં એક કે બે મકાનના પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. જ્યારે, બી.પ્લાન. કોર્સ એ બહોળા આયોજન પાસા પર કેન્દ્રિત છે. બી.આર્ચ. કોર્સ ભવિષ્યમાં આર્કિટેક્ચર, કન્સ્ટ્રક્શન કોર્સ માટે પાયો બનાવે છે. બી.આર્ચ. નો કોર્સ પૂરો કરીને પછી તરત જ આર્કિટેક્ચર ક્ષેત્રે કામ કરવાનું શરૂ કરવું શક્ય છે. જ્યારે બી.પ્લાન કોર્સમાં આપણે કોઈ શહેરના કે કોઈ વિસ્તારના આયોજન માટે જરૂરી મૂળભૂત સિદ્ધાંતો, જાણકારી અને આવડતોનો અભ્યાસ કરીએ છીએ. જે લોકો ને આયોજન ક્ષેત્ર માં વધુ ભણવું છે અથવા જેઓ આયોજન કાર્ય કરતી વિવિધ સરકારી કે ખાનગી એજન્સીઓમાં કામ કરવું હોય તેમને બેચલર ઓફ પ્લાનિંગ પ્રોગ્રામ મજબૂત આધાર પૂરો પાડે છે. બેચલર ઓફ પ્લાનિંગ (શહેરી અને પ્રાદેશિક આયોજન) એ એક તાજેતર માં શરુ કરાયેલો ડિગ્રી અભ્યાસક્રમ છે. બી.પ્લાન ડિગ્રી તમને ઇન્ટરનેશનલ સ્ટડીઝ, ફાઇનાન્સ, અર્બન સ્ટડીઝ અથવા ડિઝાઇન જેવા અન્ય ક્ષેત્રોમાં પ્લાનર અને નિષ્ણાત બંને તરીકે તમારું જ્ઞાન અને કૌશલ્ય વિકસાવવામાં મદદ કરશે.

આર્કિટેક્ચરમાં પ્રવેશ: બી.આર્ચ. અથવા બી.પ્લાન. બંને કરવા માટેની મૂળભૂત પાત્રતા એ છે કે વિદ્યાર્થીએ ગણિત ફરજિયાત વિષય તરીકે અને વિજ્ઞાન પ્રવાહ સાથે 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. 12મા વિજ્ઞાન પ્રવાહ પછી, તમે આર્કિટેક્ચરમાં નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (NATA) માટે બેસી શકો છો. વધુ જાણકારી (https://www.nata.in) પર મળી શકે છે.

આર્કિટેક્ચરના અભ્યાસમાં ઇમારતોની ડિઝાઇન પર કામ કરવું, બાંધકામની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવી અને ઇમારત અને જમીનની અન્ય તમામ ભૌતિક રચનાઓનો સમાવેશ થાય છે. આર્કિટેક્ચરના અભ્યાસક્રમમાં એન્જિનિયરિંગના વિવિધ પાસાઓ, ઇમારતોમાં સુંદરતા અને સુરુચિ, વિવિધ પ્રકારના માનવ સમૂહો વગેરેનો સમાવેશ થાય છે. અભ્યાસક્રમ એ થિયરી વિષયો, પ્રેક્ટિકલ તાલીમ, સ્ટુડિયો વર્ક, પ્રોજેક્ટ વર્ક અને સંશોધન તાલીમનું સમૃદ્ધ મિશ્રણ છે. કેટલાક મુખ્ય વિષયો નીચે મુજબ છે.

  1. આર્કિટેક્ચરલ ડિઝાઇન

  2. મકાન બાંધકામ

  3. સ્ટ્રક્ચરનો સિદ્ધાંત

  4. મોડલ નિર્માણ અને વર્કશોપ

  5. સાઇટ પ્લાનિંગ અને લેન્ડસ્કેપ સ્ટડીઝ

  6. આર્કિટેક્ચરનો ઇતિહાસ

  7. કલા અને આર્કિટેક્ચરલ મૂલ્યાંકન

  8. HVAC (હીટ, વેન્ટિલેશન, એરકન્ડીશનીંગ), હલનચલન અને આગ સલામતી

  9. ગ્રીન સિસ્ટમ્સ એકીકરણ

  10. સમકાલીન આર્કિટેક્ચર

અનુસ્નાતક અભ્યાસક્રમો

માસ્ટર્સ પોસ્ટ આર્કિટેક્ચર ગ્રેજ્યુએશનનો અવકાશ: ડોકટરોની જેમ, આર્કિટેક્ચરમાં પણ વિવિધ નિપુણતાના ક્ષેત્રો છે જેને તમે અનુસરી શકો છો જેમ કે:

  • માસ્ટર ઓફ પ્લાનિંગ (M.Plan.)

  • માસ્ટર ઓફ આર્કિટેક્ચર (M.Arch.)

  • ડોક્ટર ઓફ ફિલોસોફી ઇન આર્કિટેક્ચર (પીએચ.ડી. આર્કિટેક્ચર)

એમ.આર્ચ. અને એમ.પ્લાન. વચ્ચેના કેટલાક તફાવતો આ મુજબ છે: એમ.આર્ચ. માટે શહેરી ડિઝાઇન, લેન્ડસ્કેપ ડિઝાઇન, આર્કિટેક્ચરલ સંરક્ષણ જેવા આર્કિટેક્ચરલ શાખાઓમાં અભ્યાસની જરૂર છે. બીજી તરફ એમ.પ્લાન. માટે પ્રાદેશિક આયોજન, નગર આયોજન, પર્યાવરણીય આયોજન વગેરેમાં ઉચ્ચ અભ્યાસનો સમાવેશ થાય છે. એમ.આર્ચ. જે વિદ્યાર્થીઓએ B.Arch પૂર્ણ કર્યું છે. જ્યારે એમ.પ્લાન. કરવા માટે ઉમેદવારોએ ભૌતિક આયોજન, ભૂગોળ, સમાજશાસ્ત્ર વગેરેમાં સ્નાતક પૂર્ણ કર્યું હોવું જરૂરી છે.

પ્રવેશ પરીક્ષા (PG): આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE)

બેચલર અને માસ્ટર્સ પ્રોગ્રામ માટે ભારતની કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓની યાદી:

  1. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા

  2. સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT), અમદાવાદ

  3. સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (SCET), સુરત

  4. રચના સંસદ, મુંબઈ

  5. ભારતી વિદ્યાપીઠ, મુંબઈ અને પુણે

  6. સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર (SPA), દિલ્હી

  7. ડો.ભાનુબેન નાણાવટી કોલેજ ઓફ આર્કિટેક્ચર ફોર વુમન (BNCA), પુણે

નોકરી ની તકો

બી.આર્ક પછી નીચે મુજબ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી શકાય છે.:

  • ડિઝાઇન આર્કિટેક્ટ: ડેવલપર્સ, આર્કિટેક્ચર ફર્મ્સ, ઇન્ટરનેશનલ ડિઝાઇન ફર્મ્સ, રિસર્ચ ફર્મ્સ

  • લાયઝનિંગ આર્કિટેક્ટ: સરકાર સાથે કામ કરતી કંપનીઓ. સામાન્ય રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફર્મ અથવા આર્કિટેક્ચર ફર્મ પ્રોજેક્ટની ઓથોરિટી ક્લિયરન્સ.

  • લેન્ડસ્કેપ આર્કિટેક્ટ:

  • ડિજિટલ આર્કિટેક્ટ: ડિઝાઇનના પેરામેટ્રિક નિયમોનો ઉપયોગ કરીને બાંધકામના બિનપરંપરાગત સાધનો પર કામ કરો.

  • અર્બન પ્લાનર: શહેર અને નગર આયોજન પર કામ કરો

  • ગ્રામીણ આયોજક: ગામડાઓ અને ગ્રામીણ ડિઝાઇન સાથે કામ કરો.

  • પર્યાવરણીય આયોજક: વિવિધ સરકારો સાથે કામ કરો. પર્યાવરણીય પાસાઓને ધ્યાનમાં લેતા અધિકારીઓ.

  • ગ્રીન બિલ્ડીંગ કન્સલ્ટન્ટ: ટકાઉ ડિઝાઇન અને ઉર્જા અનુપાલન પર વિશેષ ફોકસ સાથે આર્કિટેક્ટ સાથે કામ કરો.

  • ઔદ્યોગિક આર્કિટેક્ટ્સ: ઉદ્યોગો અને ફેક્ટરી લેઆઉટ પર ધ્યાન કેન્દ્રિત કરો.

  • બેંકો: પ્રોજેક્ટ લોન ક્લિયરિંગ

  • સરકાર. વિભાગ: નગર નિયોજક, આર્કિટેક્ટ, શહેરી નિયોજક, ગ્રામીણ નિયોજક

  • સ્માર્ટ સિટીઝ એન્ડ રિસર્ચ ફેલોશિપ: મોટાભાગની સરકારી. કાર્યક્રમો વિવિધ ભૂમિકાઓમાં આર્કિટેક્ટ્સ માટે ફેલોશિપને પ્રોત્સાહિત કરે છે.

  • મૂવી સેટ ડિઝાઇનર: મૂવી નિર્માતાઓ અને ડિઝાઇનરો કામચલાઉ સેટને ફરીથી બનાવવા અને દ્રશ્યોની કલ્પના કરવા માટે આર્કિટેક્ટ્સને હાયર કરે છે.

આર્કિટેક્ચરની આગળ પણ એક બહુ સરસ વિશ્વ છે – શીખતા રહો અને વધતા રહો

હું માનું છું કે સીમાઓ આંકવી અને પાર કરવી એ બંને માનવીય પ્રયાસો છે. હું માનું છું કે સીમાઓ આપણા દ્વારા બનાવવામાં આવી છે – ડિગ્રી, અભ્યાસ, અનુભવ – સતત શીખતા રહેવાની અને નવી ક્ષિતિજોને શોધતા રહેવાની ઝંખના છે. કલા અને ટેકનોલોજીના મિશ્રણ દ્વારા બનાવવામાં આવેલ જાદુને અનુભવ કરો.” – નિધિ

આર્કિટેક્ટ નિધિ દીક્ષિત લાતુરકર સંક્ષિપ્ત પરિચય

M.Arch. (પર્યાવરણ ડિઝાઇન અને આયોજન)

પુણેની BNCA કૉલેજ ઑફ આર્કિટેક્ચરમાં ફેકલ્ટી, સ્થાપક: આર્કલ્યુઝન કન્સલ્ટિંગ

નિધિએ પર્યાવરણ સસ્ટેનેબિલિટીના ક્ષેત્રમાં માસ્ટર્સ કર્યું છે અને તે ટકાઉ ડિઝાઇન તથા એનાલિસિસમાં કન્સલ્ટિંગ કરે છે. તેના કાર્ય અનુભવમાં છેલ્લા 12 વર્ષથી બિલ્ડીંગ ઉર્જા (એનર્જી) સિમ્યુલેશન એનાલિસિસ, ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન અને ગ્રીન પ્રોડક્ટ સર્ટિફિકેશનનો સમાવેશ થાય છે. નિધિ અર્બન એનર્જી મોડેલિંગ અને વિવિધ ઉત્પાદનોના જીવનચક્ર વિશ્લેષણ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરે છે. સાથે સાથે તે વિદ્યાર્થીઓને પર્યાવરણ સસ્ટેનેબિલિટી તરફ પ્રેરિત કરવા ભારતીય યુનિવર્સિટીઓમાં ક્રોસ ડિસિપ્લિનરી ટ્રેઇનિંગ આયોજિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઈમેલ આઈડી: allusionarchitects@gmail.com

ફોન નંબર: 9766193304

વેબસાઇટ લિંક http://www.arcallusion.com/

LinkedIn પ્રોફાઇલ https://www.linkedin.com/in/ar-nidhi-dixit-laturkar-349a7824/

ફેસબુક: https://www.facebook.com/nidhi.dixit.75