મોઢ ચાતુર્વેદિય
ચુંથા સમવાય
જ્ઞાતિ ની વેબસાઇટ
પર આપનું સ્વાગત છે
(મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ)
મોઢેશ્વરી માતાજી
મોઢેશ્વરી માતાજીને દેવી પાર્વતી અથવા દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. તે ગુજરાતના મોઢ સમુદાયના કુળ–દેવી છે. મોઢેશ્વરી માતાજીનું સૌથી પ્રખ્યાત મંદિર મોઢેરા ખાતે આવેલું છે, જે ભારત દેશના ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું એક નાનકડું શહેર છે. મોઢેશ્વરી માતાજીનું બીજું પ્રાચીન મંદિર ગુજરાતના પાટણ તાલુકાના ચાણસમા ખાતે આવેલું છે.
મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ
મોઢ જ્ઞાતિઓ માં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ મોઢ તરીકે ઓળખાય છે અને ગુજરાત, ભારતના મોઢેરા ગામમાંથી ઉદભવ્યા છે. ગુજરાતમાં અને રાજસ્થાનમાં, હિન્દુ જ્ઞાતિઓ ના ઘણા ઉદાહરણો છે જેઓ તેમનું નામ એક શહેરથી લે છે અને તેમાં મોઢ બ્રાહ્મણ અને મોઢ વણિક / વાણીયા તેમ જ કેટલાક અન્ય સમુદાયો છે.
જ્ઞાતિ ની વિગતો
આપણી જ્ઞાતિ ના પરિવારો રહે છે તે મુખ્ય-10 સ્થાનો કયા છે તે જાણવા માગો છો? અથવા, તમારા પૂર્વજો નું મૂળ કુટુંબ નામ/ગામ શું છે? અથવા, આપણી જ્ઞાતિ ની કેટલાક મુખ્ય ધાર્મિક વિધિઓ વિશે? આગળ વાંચો…
વંશા–વળી
વંશા–વળી (કે કૌટુંબીક આંબા) દ્વારા આપણા પૂર્વજોના ઇતિહાસને સમજવો, બહુ મઝાની વસ્તુ છે. જો તમારી પાસે આવી વિગતો ન હોય, તો આપણા જૂના કુટુંબના મૂળ શોધવા તે અઘરું હોઈ શકે છે. આવા આંબા જોવા છે?…
પંચાંગ
પંચાંગ એ ભારતીય કેલેન્ડર છે, જે હિન્દુ સમયના પરંપરાગત એકમોને અનુસરે છે અને દરેક મહિનાની મહત્વની તારીખો/તિથિઓ દર્શાવે છે. તેમાં સૂર્યોદય/સૂર્યાસ્ત સમય તેમજ ગ્રહણ અને ચોઘડિયાની વિગતો પણ હોય છે.