શ્રી મોઢ ચાતુર્વેદી (ચું.સ.) બ્રાહ્મણ યુવક મંડળ, ગારીયાધાર (સ્થા. ૧૯૮૭)
ગારીયાધારમાં તા. ૨૦/૭/૧૯૮૭ ના રોજ બાબુલાલ ગૌરીશંકર પાઠકના નિવાસ સ્થાને રાત્રીના ૯-૦૦ કલાકે સ્વ.શ્રી કિરીટભાઇ એચ. પાઠકના પ્રમુખ સ્થાને તેમજ કિશોર આર. દવે, અશોક એલ. ત્રિવેદી તથા હર્ષદભાઇ જાની તેમજ ગોપાલભાઇ દવેની આગેવાનીમાં ગારીયાધાર મોઢ ચાતુર્વેદી (ચું.સ.) બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના કરવામાં આવી. યુવાનોનો મુખ્ય હેતુ જ્ઞાતિનુ સંગઠન અને જ્ઞાતિની વાડી બનાવવી. આવા મુળ હેતુથી સંગઠનની રચના કરવામાં આવી. જ્ઞાતિના તરવરીયા યુવાનો દિપકભાઇ પાઠક, અરૂણ ત્રિવેદી, હરેશ શુક્લ, ચેતન પાઠક તેમજ ભાવેશ આર. પાઠક (હાલમાં બેંગલોર છે.) જેવા યુવાનોએ તન, મન, ધનથી સંગઠનને વેગ આપ્યો. યુવાનોમાં કંઇક કરી છુટવાની ભાવના જાગી. જ્ઞાતિના યુવાનોએ વિદ્યાર્થી-વિદ્યાર્થીની ભાઇ-બહેનોને પુસ્તકો આપવા નક્કી કર્યું. આ કાર્ય માટે યુવક મંડળને નાણાંની જરૂરીયાત ઉભી થઇ તો યુવક મંડળના યુવાનોએ યુવાનોની સભ્ય ફી શરૂ કરી તેમજ ૧૯૮૭-૮૮ માં બે સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને નાણાં ઉભા કર્યા. આ નાણાંથી જ્ઞાતિના અભ્યાસ કરતા ૮ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને વિનામુલ્યે પુસ્તક વિતરણ કર્યું. આવા કાર્યો આગળ વધારતા એક નવો વિચાર પ્રગટયો. તા. ૨૩-૫-૧૯૯૫ ના રોજ કિશોરભાઇ આર. દવે ના નિવાસ સ્થાને જ્ઞાતિ બંધુઓની તેમજ યુવાનોની એક મીટીંગ બોલાવવામાં આવી. આ મીટીંગમાં જ્ઞાતિની વાડી બનાવવી એવો વિચાર રજુ કરવામાં આવ્યો. વાડી બનાવવા નાણાં ખુબજ જોઇએ તો નાણાં ભેગા કેમ કરવા, ક્યાંથી ફંડ એકઠુ કરવું. આવા વિચારો દરરોજના રૂા.૨/- લેખે મહીને રૂા.૬૦/- ઉઘરાવવા તેમાં દરેક જ્ઞાતિજનો સહમત થયા અને આ વિચાર હર્ષથી દરેકે વધાવી લીધો. ત્યારબાદ યુવક મંડળનું નાણાં ખાતુ સંભાળનાર નરેન્દ્ર જે. ત્રિવેદીની આગેવાનીમાં નાણાં લેવાનું શરૂ કર્યુ. આમ કાકરે – કાકરે પાળ બંધાય અને ટીપે – ટીપે સરોવર ભરાય તે રીતે મુજબ યુવાનોએ રૂા.૧,૦૦,૦૦૦/- ભેગા કર્યા અને જ્ઞાતિના વડીલ મહોદય બળવંતભાઇ ત્રિવેદી અને પ્રધુમનભાઇ ત્રિવેદીએ જ્ઞાતિની વાડી માટે ૬૦૬ વારનો એક રોડટચ પ્લોટ લીઘો (હાલમાં છે). જે પ્લોટ વાડી માટે લીધો તે પ્લોટના માલીકે બ્રાહ્મણોની વાડી બનતી હોય તો પછી રૂા ૧૧,૦૦૦ / – આપવા દાનમાં એમ કહી પ્લોટના માલીક ગોરધનભાઇ જવેરભાઇ જીવાણીએ દાન કર્યું. આજે પણ આ પ્લોટ જ્ઞાતિની પર્સનલ વાડી માટે છે. જ્ઞાતિના તરવરીયા યુવાનોના સંગઠનથી વાડીના પ્લોટમાં અશ્વીન ત્રિવેદી, મહેશ ત્રિવેદી, હિતેષ પાઠક તેમજ કૌશિક ત્રિવેદીની મહેનતથી શ્રી મોઢેશ્વરી માતાજીના પ્રથમ પાટોત્સવની ઉજવણી રૂપે પંચકુંડી ગાયત્રી યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી. ત્યાર પછી દર વર્ષે માતાજીનો પાટોત્સવ અને જ્ઞાતિ સમુહ ભોજન રાખીને જ્ઞાતિબંધુઓ મળતા રહીએ છીએ. વાત રહી જ્ઞાતિમાં આવતા સારા-માઠા પ્રસંગની. આ પ્રસંગોમાં યુવા સંગઠનનું કાર્ય અદકેરૂ રહ્યું છે. કોઇપણ જ્ઞાતિબંધુને ત્યાં પ્રસંગ હોય ત્યારથી પ્રસંગ પુરો થાય ત્યાં સુધી યુવાનોએ કામ-કાજમાં હાજરી આપી સંપૂર્ણ કાર્યક્રમ પુરો કરી રજા લઇને પોતાના ઘરે જવા છુટા પડે છે. ખુદ જ્ઞાતિબંધુઓ એમ કહે છે કે અમારા ઘરે ક્યારે પ્રસંગ પુરો થયો તે અમને પણ ખ્યાલ નથી. આવું યુવક મંડળના યુવાનોનું કાર્ય છે. આજે પણ મોટા શહેરોમાં ભાવનગર જીલ્લામાં, મુંબઇ જેવા શહેરમાં આપણા જ્ઞાતિજનો યુવક મંડળના વખાણ કરતા થાકતા નથી જેનો એક દાખલો છે કે મુંબઇથી રજનીકાંત બળવંતરાય ત્રિવેદી ધરવાળાવાળા છે. તેઓ તેમના બંને સંતાનોની યજ્ઞોપવિત પ્રસંગ કરવા ગારીયાધાર આવ્યા હતા અને તેમનો પ્રસંગ ગારીયાધાર યુવક મંડળે તન-મનથી દિપાવી દીધેલ. તો આવા કાર્યો ગારીયાધાર યુવક મંડળ કરે છે અને કરતા રહેશે. સારા – નરસા પ્રસંગોએ કે કોઇપણ બાબતે જ્ઞાતિ યુવક મંડળ તેમજ જ્ઞાતિબંધુઓ એક થઇને રહે તેવી મોઢેશ્વરી માતાજીને પ્રાર્થના. જય મોઢેશ્વરી માં .…
પરિચય : જીતેન્દ્ર નાગરદાસ ત્રિવેદી બ્રાહ્મણ સોસાયટી, ગારીયાધાર.
(સંપર્ક સેતુ-જુલાઈ 2012 માં પ્રકાશિત લેખ મુજબ)