ગુજરાતના મોઢ બ્રાહ્મણોનો ઇતિહાસ : (ભાગ-બીજો)

ચુંથા સમવાય

આ સમવાયના ઘેાધાબારા અને આથમણા એવા બે મુખ્ય વિભાગ છે. આ વિભાગના લોકો ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લાના દામનગર તાલુકામાં મુખ્યત્વે વસે છે. કુલ ૯૪ ગામેા છે જે પૈકી ૨૩ ઘેાધાબારાનાં અને ૭૧ ગામેા આથમણા વિભાગના છે. ઘેાધાબારા વિભાગમાં ભાવનગર, વરતેજ, કરદેજ, શિહેાર અને વાળુકડ પાંચ મોટાં ગામના જથ્થા કહેવાય છે. સૌથી વધારે કુટુંબો ૨૨૫ ભાવનગરમાં વસે છે. તેનાથી બીજે નંબરે પાલીતાણામાં ૧૦૦ વસે છે. બાકીના ગામોમાં છૂટીછવાઈ વસ્તી છે.

આથમણા વિભાગમાં ૭ર ગામેા છે તે પૈકી ૩૧ છૂટાવાયા ગામેા છે. તે પૈકી ગણેશગઢ પેટા વિભાગમાં ૧૪ ગામો છે, પાંચ તલાવડા પેટાવિભાગમાં ૧૦ ગામો છે, દામનગર પેટાવિભાગમાં ૧૦, ઉમરાળા પેટાવિભાગમાં ૧૫ અને માંડવી પેટાવિભાગ નીચે ૧૨ ગામોનો સમૂહ છે. ગીર પંથકમાં બે ગામેા છે, જ્યારે ભાલપંથકના ચાર ગામેા છે. ગીરપંથકના ટીંબી અને બંધારડા ગામોમાં મૂળ ચારોડિયાથી જઈને કેટલાક કુટુંબો વસ્યા છે. ચાડાનું રતનપુર, રોહીશાળા, ચારણુકી અને સમઢીઆળા ભાલપંથકના ગામો છે. ઘેલાશાનુ બરવાળા અને ધંધુકાના પણ કેટલાક ચુંથા સમવાયના એકત્રીસ ગામોના સમૂહમાં સમાવેશ કરે છે.

હાલ મુંબઈ, અમદાવાદ અને સુરતમાં ધંધાર્થે ઘણાં કુટુંબો વસ્યા છે, એકલા મુંબઈમાં ૧૯૬૪ માં ૯૭ કુટુંબો વસતાં હતાં. આ ઉપરાંત કાના માંગરોળ, ભીમરડી, સાંગલી, કડપા, રંગુન, કલકત્તા, અમૃતસર, આગ્રા, દિલ્હી, ઇન્દોર, ઉજ્જૈન, રતલામ, બનારસ, વડોદરા, ગોધરા, નડિયાદ, હાલોલ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, મહુવા, બીલીમોરા, પુના, હાથરસ વગેરે સ્થળોમાં ધંધાર્થે કેટલાક કુટુંબો વસ્યા છે. ગામેાની અને કુટુંબોની વિગત ‘સંક્ષિપ્ત ધર્મારણ્ય’ નામના ગ્રંથમાં શ્રી પુરૂષોત્તમ રૂપજી ત્રિવેદીએ આપી છે.

૧૯૪૭માં ભાવનગરમાં ૨૨૫, વરતેજમાં ૨૦, શિહેારમાં ૩૫, પાલીતાણામાં ૧૦૦, ગારીઆધારમાં ૧૫, વાળુકડમાં ૧૫ ઘરો હતા. બીજા ગામોમાં છૂટીછવાઈ વસ્તી છે. કુલ ઘરોની સંખ્યા ૧૯૪૭ માં ૬૫૦ હતી અને માણસોની સંખ્યા આશરે ૩,૫૦૦ માણસોની હતી. છેલ્લાં ૪૦ વરસ દરમ્યાન આ વસ્તી વધીને (૧૯૮૭માં) ,૦૦૦ થઈ હશે. ગુજરાતનો વસ્તીવધારાનો દર આ વર્ષો દરમ્યાન ૨., ., .૭ અને ૨.૨ ટકા રહેલ છે.

આ જ્ઞાતિમાં કુશિકસ (કુશકુશ), ભારદ્વાજ, કુત્સસ, વત્સસ, માંડવ્ય શાંડિલ્ય અને કૌશિક ગોત્રના મોઢ બ્રાહ્મણો છે.તેમના પ્રવરો વગેરેની વિગત નીચે પ્રમાણે છે.

 

ગોત્ર

પ્રવરો

વેદ

શાખા

ભારદ્વાજ

આંગિરસ, બાર્હસ્પત્ય, ભારદ્વાજ

સામવેદ

કૌથમી

કુશિકસ

વિશ્વામિત્ર, દેવરાજ, ઉદ્દાલક

સામવેદ

કૌથમી

કુત્સસ

આંગિરસ, અંબરિષ, યૌવનાશ્વ

યજુર્વેદ

મૈત્રાયણી

વત્સ

ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ઔર્વ યજુર્વેદ જમદગ્નિ

યજુર્વેદ

મૈત્રાયણી

માંડવ્ય

માંડવ્ય, ચ્યવન, આપ્નુવાન

યજુર્વેદ

માધ્યન્દિની

શાંડિલ્ય

શાંડિલ્ય, દેવલ, અવત્સાર

યજુર્વેદ

માધ્યન્દિની

કૌશિક

વિશ્વામિત્ર, દેવરાજ, ઉદ્દાલક

યજુર્વેદ

માધ્યન્દિની

આ ગોત્રો ધર્મારણ્યખંડ પ્રમાણે જણાવેલ છે.

આ જ્ઞાતિમાં પાઠક, શુકલ, ત્રિવેદી, ભટ્ટ, દીક્ષિત, જાની, દવે, રાવળ, ઉપાધ્યાય વગેરે અટકો છે. ચુંથા સમવાયના કેટલાક કુટુંબ તળ ગુજરાતમાંથી સ્થળાંતર કરીને આવ્યા છે. તે તેમની ગામથી સૂચિત થતી અટકો ઊપરથી જણાય છે. ચિત્રાવડના રહેવાસી શીતવાડિયા ત્રિવેદી છે. ચીખલીઆ જાની મૂળ ચીખલીના વતની હશે. બડેલા ત્રિવેદી મહેસાણા તાલુકાના બલેાલ ગામના મૂળ વતની હશે. ચાંદખેડિયા ત્રવાડી ગાંધીનગર જીલ્લાનાં ચાંદખેડાના મૂળ વતની હશે. શુકલ કુટુંબ મગોડ, વડોદરા અને કપડવંજથી આવેલ છે. તેથી તેઓ મગોડિયા, વડોદરિયા અને કપડવંજા શુકલ તરીકે ઓળખાય છે. ઢોલરવા ગામથી આવેલા ત્રિવેદી ઢોલરિયા કહેવાય છે. તણખાના તણખિયા અને શેરથાના (ગાંધીનગર જીલ્લો) મૂળ વતની શેરથિયા ત્રિવેદી સ્થળાંતર કરીને આવ્યા જણાય છે. મહેસાણા જિલ્લાના મોઢેરાના મોઢ બ્રાહ્મણો મુસલમાનોના આક્રમણને કારણે અલ્લાઊદ્દીન ખિલજીના શાસન દરમ્યાન સાબરમતીના કાંઠાનાં ગામોમાં તથા મહેસાણા જિલ્લાનાં ગામેામાં સ્થળાંતર કરીને વસ્યા હશે અને ત્યાંથી તેઓએ સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કર્યુ હશે. ટીમાણી અટક ભાવનગર જિલ્લાના તળાજા પંથકના ટીમાણા (ટીમાણુક) ગામના વસવાટને કારણે પડી હશે. માંડણકાના દવે માતાણી અને ગોતાના ગોતિયા દવે તરીકે ઓળખાય છે. શાસ્ત્રી અટક કર્મકાંડ અને શાસ્ત્રોના અભ્યાસને કારણે પડી છે. જોશી અટક આ જ્ઞાતિમાં નથી. ઉપાધ્યાય, પાઠક, શાસ્ત્રી વગેરે મૂળ અધ્યયન કરાવનાર અધ્યાપકો હશે. શુકલવૃત્તિ કરનાર (ગોરપણું) શુકલ કહેવાયા હશે. યજ્ઞયાગાદિ કરાવનાર જાની અથવા યાજ્ઞિક અટક ધરાવે છે. જાનીની જેઠલોજા જેઠલજ ગામ પરથી પડેલી અટક છે. દીક્ષિત પણ મહાયાગાદિ સાથેના તેમનો સંબંધ સૂચવે છે. ઉપાધ્યાય કુટુંબ વરતેજમાં છે. તે કપુરિયા ઉપાધ્યાય છે. રાજગોર સમવાયમાં ટાણા, અધેવાડા, ઢુઢસર, નાની માળ, રાથળી વગેરે ગામોમાં કપુરિયા ઉપાધ્યાય છે. કપુરાગામ સાથે તેનો સંબંધ છે. કેટલાક તેઓ કપુરનો વેપાર કરતા હતા તેથી કપુરિયા કહેવાયા એમ જણાવે છે પણ ચુંથા સમવાયના મોટાભાગના બ્રાહ્મણો મૂળ વતનના નામ પરથી ઓળખાય છે એટલે ગામ વધારે સંભાવિત છે. વધારે વિગત ગામવાર અટકવાર વિગત ‘સંક્ષિપ્ત ધર્મારણ્યના પૃ.૭૮૮૪ ઉપર આવેલી છે.

ભાવનગર, પાલીતાણા, શિહેાર, દામનગર અને ગારિયાધારમાં કુલ ૬૫૦ ઘરો પૈકી ૩૮૪ ઘરો એટલે ૫૦ ટકાથી વધુ લોકો શહેરોમાં વસે છે. બાકીની વસ્તી ૮૯ ગામોમાં છુટીછવાઈ વસે છે, જ્યાં એકથી પાંચ સાત કુટુંબો આવેલાં છે. માત્ર વરતેજમાં ૨૦ કુટુંબો આવેલાં હતાં. હાલ શિક્ષણની ભુખ જાગતાં અને ગામડામાં આજીવિકાની મુશ્કેલીને કારણે ગામડાનો પ્રવાહ શહેરો તરફ વળ્યો છે અને શહેરોમાં માધ્યમિક શાળાઓ અને કોલેજ શિક્ષણની સગવડતાઓ હોવાને કારણે આ સ્થળાંતર પ્રવૃત્તિને વેગ મળ્યો છે.

ઉપનયન વિધિ ૭૧૧ વરસો દરમ્યાન થતી હતી. હાલ લગ્ન અગાઉ મોટી ઉંમરે આ વિધિ કયારેક થાય છે. છઠ્ઠી નામકરણ, અન્નપ્રાશન તથા ચૌલકર્મની વિધિ અન્ય બ્રાહ્મણ જ્ઞાતિને મળતી છે. ઉપનયન સંસ્કાર, વૃદ્ધિશ્રાધ્ધ અને રાંદલ તેડવાની વિધિ પ્રથમ દિવસે થતી ને બીજે દિવસે બડવો દોડાવવાની વિધિ થતી હતી. હાલ દીકરીના લગ્ન સાથે એક દિવસમાં મોટે ભાગે આ પતાવાય છે. વેવિશાળનો દસ્તાવેજ થતો અને તેમાં કન્યા લેવા બદલ બીજી કન્યા સામા પક્ષને આપવાની બાંહેધરી અપાતી હતી. હાલ આ પ્રથાને બદલે વાગ્દાન કન્યાપક્ષના સ્થળે થાય છે. આ પ્રસંગે બધાની સમક્ષ વેવિશાળની જાહેરાત થાય છે અને ગોળધાણા વહેંચાય છે. અગાઉ લગ્નજનોઈ કે વૃદ્ધ વડીલોની ઉત્તરક્રિયાને પ્રસંગે વેવિશાળ થતાં. અગાઉ આ જ્ઞાતિમાં સાટું અને ક્યાંક કન્યાવિક્રયની પ્રથા હતી. હાલ કન્યાવિક્રય ને સાટાની પ્રથા લગભગ બંધ છે. આ ગોળનો અગાઉ રાજગોર સમવાય સાથે લગ્નસંબંધો હતા પણ એકપક્ષી વ્યવહાર થતાં રાજગોર સમવાય હવે કન્યા આપતો નથી. છુટાછવાયા પ્રસંગો આપલેના અપવાદરૂપે હાલ થયા છે. કન્યાપક્ષ કન્યાને બંગડી, ચુડી, પાનેતર, બુટિયા વગેરે પાંચેક તોલા સોનાનાં ઘરેણાં આપતાં હતાં. વરપક્ષ પણ ચારપાંચ તોલાના ઘરેણાં ચડાવતાં હતાં. વરણામાં રેશમી ભારે સાડી, પોલકું, ચણિયો, પાનની પેટી વગેરે અપાય છે. કન્યાપક્ષવાળા વરરાજાને પિતાંબર આપતા હતા. હાલ પિતાંબરને બદલે સુટનું કાપડ અપાય છે. અગાઉ સોએક માણસો જાનમાં આવતાં. હાલ આ સંખ્યા ઘટીને ૩૦૫૦ સુધીની થઇ છે. લગ્નના ત્રણ દિવસોને બદલે એકાદ દિવસ અને એક ટંક જાનને રોકવામાં આવે છે. અગાઉ ખીચડીમાં છુટથી ધારે ઘી પીરસાતુ હતું. પાનેતર અને ચુડી મેાસાળપક્ષ તરફથી અપાય છે. અગાઉ વરોઠી વરપક્ષ માટે ફરજીઆત હતી. જનોઈ તથા લગ્ન પ્રસંગે મેાસાળપક્ષ તરફથી યથાશકિત મામેરું કરાતું. જનોઈમાં બડવાના કપડા, જોડાં, કંદોરો, કડુ કે વીંટી, ઘડિયાળ વગેરે શકિત મુજબ અપાતાં. બટુકના માતા પિતાને ત્રણ કપડાં અને પાઘડીના રોકડા રૂ.૧૧/- અપાતાં. સમૂહ જનોઇની પ્રથાની શરૂઆત થઈ છે. પણ હજી સમૂહ લગ્નની પ્રથા શરૂ થઈ નથી. સીમંતની વિધિ થાય છે. કન્યાપક્ષ તરફ ચારેક માણસો આવે છે જેમાં મોટાભાગના નાની ઉંમરના હોય છે. બેઠો ખોળા ભરાય છે. જનોઈ, લગ્ન અને સીમંતના પ્રસંગે રાંદલ તેડવામાં આવે છે. મરણ પાછળ બારમા અને તેરમાની નાત થતી હતી તે હાલ મરજીઆત થઈ ગઈ છે. આ માટે જ્ઞાતિના વડા ગલઢેરા જે ગણેશગઢના વતની છે તેની રજા લેવામાં આવતી હતી. સજ્યા દીકરીને અપાય છે. બાકીનું દાન બેનો વગેરેને અપાય છે.

આ જ્ઞાતિના લોકો પાસે અગાઉ ખેતીની જમીન બહુ ઓછી હતી એટલે બહુ થોડા પોતાની જાત મહેનતથી કે ધીરધારથી મેળવેલી જમીનમાં ખેતી કરાવતા હતા. મોટા ભાગના પ૦ ટકા જેટલા કણબી વગેરે બ્રાહ્મણેતર જ્ઞાતિનું ગોરપદું કરી આજીવિકા મેળવતા હતા. કેટલાંક ચુંથા મોઢ બ્રાહ્મણો હાલ શ્રીમાળી બ્રાહ્મણોનું ગોરપદું કરે છે. મોટા ભાગના શિક્ષકો તથા અન્ય સરકારી ખાતાએામાં હાલ નોકરી કરે છે. યજમાનવૃત્તિ કરનારની સંખ્યા ૨૦ ટકા હશે. ડોકટર, ઇજનેર, વકીલો વગેરેની ધંધાદારી શિક્ષણવાળાની સંખ્યા ૧૦–૨૦ દરેક વિભાગવાર ગણી શકાય. પરચુરણ વેપાર અને ઉદ્યોગોમાં પડેલાની સંખ્યા હાલ વધતી જાય છે. ૧૨૧૫ ટકા તેઓની સંખ્યા હશે. સરકારી ખાતાઓમાં રેલ્વે, બેન્ક વગેરેમાં પણ નોકરી કરનારની સંખ્યા ઠીકઠીક છે. ચારપાંચ કુટુંબો ઉદ્યોગમાં મુંબઇ, સુરત વગેરે સ્થળોમાં પડ્યા છે. શિક્ષણ અગાઉ ખપ પૂરતું પુરુષો લેતા અને તેમનું પ્રમાણ ૪૦૫૦ ટકા હશે. હાલ ફરજીઆત શિક્ષણની પ્રથાને કારણે પ્રાથમિક શિક્ષણ મોટાભાગના લોકો લે છે. માધ્યમિક શાળાઓ ગામડાંઓમાં ઉઘડતાં તેમાં સારો વધારો થયો છે. કોલેજનું શિક્ષણ માત્ર ભાવનગરમાં ઉપલબ્ધ છે. અહીં હોસ્ટેલની સગવડ છે.

અગાઉ સ્ત્રીઓમાં શિક્ષણ અલ્પ હતું. લખતાંવાંચતાં શીખે એટલે બસ. હાલ કન્યાશિક્ષણ મોટાભાગે માધ્યમિક કક્ષા સુધી શહેરોમાં બધી બહેનો લે છે. ગામડામાં સાત ચોપડી સુધી ભણે છે. સ્ત્રી શિક્ષિકાઓનું પ્રમાણુ ઠીકઠીક છે. રામકૃષ્ણશાસ્ત્રી જેવા પ્રખર જ્ઞાતા આ જ્ઞાતિમાં થઈ ગયા. હરભાઈ ત્રિવેદી તધા પ્રો.રતીલાલ જાની જેવા કેળવણીકારો તથા વિદ્વાન હાલમાં થઈ ગયા છે. આર્થિક સ્થિતિ હાલ અગાઉ કરતાં ઘણી સુધરી છે. જ્ઞાતિના પટેલનુ વર્ચસ્વ હતું. હાલ જ્ઞાતિનાં બંધનો શિથિલ થયા છે. ભાવનગર અને પાલીતાણાના છાત્રાલયોએ શિક્ષણના પ્રચાર ને પ્રસારમાં ખૂબ ફાળો આપ્યો છે.

(શ્રી.સુધીરભાઈ શાંતિલાલ રાવળઅમદાવાદ ના સૌજન્યથી,

લેખક: ડો.શિવપ્રસાદ રાજગોર, પ્રકાશક: બી.એસ.રાજગોર, ૨૦, જેશીંગભાઈ પાર્ક, ભૈરવનાથ રોડ, મણિનગર, અમદાવાદ૩૮૦૦૦૮ ના પુસ્તક ગુજરાતના બ્રાહ્મણોનો ઇતિહાસ, ૧૯૮૭ આવૃત્તિમાંથી સાભાર, ©લેખક: ડો.શિવપ્રસાદ રાજગોર, પ્રકાશક: બી.એસ.રાજગોર)