You are currently viewing ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરની ભૂમિકા

ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરની ભૂમિકા

નિમિષ દિક્ષિત

કેમિકલ ઇન્ડસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરિંગ આ બે મારા ખુબ જ પ્રિય વિષયો છે, માટે આ વિષયો ઉપર કઈ લખવા મળ્યું એનો સ્વાભાવિક આનંદ તો છે જ, ઉપરાંત આ નિમિત્તે મને તમારા સૌ સાથે મારા વિચારો શેર કરવાની આ તક મળી તેનો વિશેષ આનંદ છે. મને આશા છે કે આ લેખ તમને ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરની ભૂમિકા વિશે થોડો ખ્યાલ આપશે.

મારું નામ નિમિષ દીક્ષિત છે, અને હું શ્રી નરેન્દ્રભાઈ જેઠાલાલ દીક્ષિત અને કોકિલાબેન દીક્ષિતનો પુત્ર છું. હું મુંબઈમાં રહું છું અને મારી પાસે કેમિકલ્સ ક્ષેત્રમાં દેશવિદેશમાં 16થી વધુ વર્ષોનો કામ કરવાનો અનુભવ છે. મેં મારી સફરની શરૂઆત કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરીને અને ત્યારપછી થડોમલ શહાણી એન્જિનિયરિંગ કૉલેજ, મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી સાથે કરી છે. તે ઉપરાંત મેં નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈમાંથી ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટ (F-MBA) અને ઈન્ડોજર્મન ટ્રેઈનિંગ સેન્ટરIGTC, મુંબઈમાંથી એક્ઝિક્યુટિવ બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ (EBMP) કર્યું છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી કે કેમિકલ એન્જિનિયરિંગ આ બે વિષયો માં તમને પણ રસ પડે કે તમારે કાંઈ વાત કરવી હોય, તો તમે નિઃસંકોચ મને મારા વ્હોટ્સએપ ફોન નંબર (+91 9892621336) પર અથવા ઈમેઈલથી (dixitnimish@gmail.com) મારો સંપર્ક કરી શકો છો.

ભારતીય રસાયણ ઉદ્યોગ:

ભારતીય રસાયણ ઉદ્યોગ એટલે કે આપણી કેમિકલ ઇન્ડસ્ટ્રી તે દુનિયા ની છઠ્ઠી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને એશિયામાં તે ત્રીજા નંબરે આવે છે. વર્ષ 2019માં ભારતમાં રાસાયણિક ઉદ્યોગનું કુલ મૂલ્ય USD 178 અબજ (અંદાજે 13,000 અબજ રૂપિયા) હોવાનો અંદાજ હતો, જે દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 12.5%, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના 7%, દેશની કુલ નિકાસના 10% અને દેશની કુલ કરપ્રાપ્તિમાં 20% ભાગ થાય છે. કેમિકલ ઉદ્યોગ એ બીજા ઉત્પાદન ઉદ્યોગક્ષેત્રો (Manufacturing sector) માં વચગાળાનું ક્ષેત્ર છે અને આ આંકડાઓ ઉપરથી ખ્યાલ આવે છે કે કેમિકલ ઉદ્યોગ એ ભારતીય ઉત્પાદન ક્ષેત્રનો મુખ્ય ઉદ્યોગ છે. રાસાયણિક ઉદ્યોગના કામકાજની અસર બીજા ઘણા બધા ઉદ્યોગો ક્ષેત્રો ઉપર પણ પડે છે. ભારતીય રાસાયણિક ઉદ્યોગ હજુ ઝડપથી વધવાની અને વર્ષ 2025 સુધીમાં USD 300 અબજ (અંદાજે 22,000 અબજ રૂપિયા) સુધી પહોંચવાની અપેક્ષા છે.

કેમિકલ એન્જિનિયરિંગ શા માટે?

કેમિકલ એન્જિનિયરિંગના યોગદાન વિના આપણું આજનું રોજીંદુ જીવન, આપણી આજની જીવનસરણી એ શક્ય જ નથી. આજે આપણે જે કાગળ પર (કે કમ્પ્યુટર પર!) લખીએ છીએ, આપણે જે પાણી પીએ છીએ, જે કાપડમાંથી આપણા વસ્ત્રો બને છે, તેમના ભાતભાત ના અદ્ભુત રંગો જોવા મળે છે, જે દવાઓથી આપણને પીડામાં રાહત મળે છે, ખાવા માટે શાકભાજીફળો તાજા રાખી શકીયે છીએ વગેરે આ તમામ સગવડોના પાયામાં રાસાયણિક ઉદ્યોગના 70,000 થી વધુ ઉત્પાદનો રહે છે.

કેમિકલ એન્જિનિયરિંગની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે એ ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કોઈ પણ પદાર્થ ની હાલ ની સ્થિતિ કે રચના, તેની અંદર ઊર્જા અને બીજા ઘટકો ની માત્રા, તેની રચનામાં ફેરફાર કરતી પ્રક્રિયાઓ અને પ્રક્રિયાના સાધનો આ બધાને આવરી લેતું વિજ્ઞાન છે.

એમ પણ કહી શકાય કે કેમિકલ એન્જિનિયરિંગ એ કોઈ પણ પદાર્થના પરિવર્તન કે રૂપાંતરણ કરવું અથવા તેના વિભાજન દ્વારા નવા પદાર્થ બનાવવા વિશે છે. જુદાજુદા કાચા માલને લઈને તેમાંથી જુદાજુદા પ્રકારની, નવી, ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવાની પ્રક્રિયાનો પણ કેમિકલ એન્જિનિયરિંગ નો ભાગ છે.

A. નીચેના ક્ષેત્રો છે જ્યાં કેમિકલ એન્જિનિયર્સ કાર્યરત છે.

 1. પોલિમર

 2. ઉત્પ્રેરક (એટલે કે કેટલિસ્ટ)

 3. ફાઇન અને સ્પેશિયાલિટી કેમિકલ્સ

 4. ઔદ્યોગિક વાયુઓ (જેમ કે ઓક્સિજન કે નાઈટ્રોજન ના બાટલા)

 5. પેઇન્ટ, વાર્નિશ, લાકર્સ, પિગમેન્ટ્સ અને શાહી

 6. પ્લાસ્ટિક, સિન્થેટીક રેઝિન અને કમ્પોઝીટ મટેરીઅલ

 7. પેપર અને પલ્પ

 8. રબર અને રબર ઉત્પાદનો

 9. સાબુ, ડીટરજન્ટ, અત્તર, તેલ અને સૌંદર્ય પ્રસાધનો

 10. કૃત્રિમ તંતુઓ, કાપડ અને ફિલ્મો.

આ તમામ ઉદ્યોગોમાં એક કેમિકલ એન્જિનિયર રસાયણશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ (ઉષ્મા ગતિ શાસ્ત્ર), ગતિશાસ્ત્રને વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પોતાનું કામ પાર પાડે છે.

આમ, પ્રયોગ શાળા ના કોઈ વિચાર કે કલ્પનાને, આપણા રોજબરોજ ના વાસ્તવિકમાં લઈ આવવા માટે આપણને કેમિકલ એન્જિનિયરિંગના જ્ઞાનની જરૂર છે. એક કેમિકલ એન્જિનિયર અલગઅલગ પ્રકાર ના કામ કરી શકે છે, ઉત્સાહથી નવા નવા પડકારોનો સામનો કરી, સમાજ માં સારી પ્રતિષ્ઠા સંપત્તિ મેળવી શકે છે અને સમાજની જરૂરિયાતને પુરી પડી શકે તેવા કામ કરવાથી મળે છે તેનો સંતોષ અને પ્રસન્નતા મળે છે.

B. કેમિકલ એન્જિનિયરિંગ જોબ પ્રોફાઇલ.

 1. પ્રક્રિયા યોજના ઇજનેર (પ્રોસેસ ડિઝાઇન એન્જિનિયર)

 2. પ્લાન્ટ પ્રોસેસ એન્જિનિયર

 3. પ્રોસેસ સેફ્ટી એન્જિનિયર (સલામતી)

 4. પ્રોજેક્ટ એન્જિનિયર

 5. સલાહકાર

 6. પ્રોડક્ટ એન્જિનિયર

 7. સંશોધન અને વિકાસ ઇજનેર (રિસર્ચ ડેવલપમેન્ટ)

 8. પ્રોજેક્ટ મેનેજર

 9. નિયંત્રણ (કંટ્રોલ) અને ઇન્સ્ટ્રુમેન્ટેશન (સાધન) એન્જિનિયર

 10. પર્યાવરણીય સલાહકાર

 11. ગુણવત્તા નિયંત્રણ ઇજનેર (ક્વોલિટી કંટ્રોલ)

 12. સેલ્સ અને માર્કેટિંગ એન્જિનિયર

 13. શિક્ષણશાસ્ત્રી/પ્રોફેસરC. કેમિકલ એન્જિનિયરિંગની કેટલીક ઉત્કૃષ્ટ સિદ્ધિઓ જે આપણને આ ક્ષેત્રમાં પ્રેરણા આપે છે તે નીચે મુજબ છે.

 1. ખોરાક એટલે કે ફૂડ ઇન્ડસ્ટ્રી

 2. સામાન્ય જનતા માટે સુલભ એવા આધુનિક વન્ડર ડ્રગ્સ

 3. પર્યાવરણ

 4. પ્લાસ્ટિક અને કૃત્રિમ તંતુઓ નો યુગ

 5. લિક્વિફાઇડ એર

 6. કૃત્રિમ હવા

 7. કૃત્રિમ રબર

 8. પેટ્રોકેમિકલ્સ

 9. અણુ–પરમાણુ વિજ્ઞાન

રસાયણશાસ્ત્રીના પ્રયોગશાળાના મૂળ ખ્યાલથી શરુ કરી પ્રાયોગિક પરિણામોને લઈને, મોટા પાયે સ્કેલિંગઅપ કરી ઓપરેટિંગ પ્લાન્ટ સુધી, કેમિકલ એન્જિનિયરિંગે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની લગભગ દરેક શાખામાં ઝડપી પ્રગતિ સાથે વિકાસ કર્યો છે.

હાલના સંજોગોમાં એન્જિનિયરિંગમાં જોડાવાની ઈચ્છા ધરાવતા યુવાન ઉમેદવાર પાસે ખરી મૂંઝવણ તો કેમિકલ એન્જિનિયરિંગ કેમ?” ને બદલેકેમિકલ એન્જિનિયરિંગમાં ક્યાં?” એ થાય!

કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન (4 વર્ષ અથવા 8 સેમેસ્ટર) અથવા પોસ્ટગ્રેજ્યુએશન (2 વર્ષ અથવા 4 સેમેસ્ટર) ભણાવતી ઘણી કોલેજો અને કેટલીક IIT/NIT છે. આ અભ્યાસક્રમોના વિષયો અને અભ્યાસના વિકલ્પોની વિગતો અહીં આપી છે:

બી. ટેક.-કેમિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો

 1. એન્જિનિયરિંગ ગણિત

 2. એન્જિનિયરિંગ ભૌતિકશાસ્ત્ર

 3. એન્જિનિયરિંગ રસાયણશાસ્ત્ર

 4. મૂળભૂત ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ

 5. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ બેઝિક્સ

 6. એન્જિનિયરિંગ ડ્રોઇંગ

 7. અદ્યતન રસાયણશાસ્ત્ર

 8. પ્રવાહી પ્રવાહ મિકેનિક્સ

 9. હીટ ટ્રાન્સફર ઓપરેશન્સ

 10. માસ ટ્રાન્સફર કામગીરી

 11. સામગ્રી અને ઊર્જા સંતુલન

 12. કેમિકલ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ

 13. કેમિકલ રિએક્શન એન્જિનિયરિંગ

 14. રાસાયણિક પ્રક્રિયા સલામતી અને ઉપયોગિતાઓ

 15. કેમિકલ ઇક્વિપમેન્ટ ડિઝાઇન અને ડ્રોઇંગ

 16. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને સંખ્યાત્મક પદ્ધતિઓ

 17. કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ

 18. એન્જિનિયરિંગ સિસ્ટમ ડિઝાઇન

 19. પરિવહન ઘટના

 20. કેમિકલ એન્જિનિયરિંગ અર્થશાસ્ત્ર

 21. પ્રક્રિયા ગતિશીલતા અને નિયંત્રણ

 22. કેમિકલ ટેકનોલોજી

એમ.ટેક. કેમિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો

 1. અદ્યતન સંખ્યાત્મક પદ્ધતિઓ

 2. પરિવહન ઘટનાનું વિશ્લેષણ

 3. કેમિકલ રિએક્ટર થિયરી

 4. કેમિકલ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટેશનલ પદ્ધતિઓ

 5. પ્રવાહી તબક્કામાં સમતુલા

 6. વિશ્લેષણ લેબની ઇન્સ્ટ્રુમેન્ટલ પદ્ધતિઓ

 7. રાસાયણિક પ્રક્રિયા ડિઝાઇન

 8. આધુનિક નિયંત્રણ સિદ્ધાંત

 9. આધુનિક વિભાજન પ્રક્રિયાઓ

 10. મોડેલિંગ અને સિમ્યુલેશનની પ્રક્રિયા

 11. એનર્જી એન્જિનિયરિંગનું વિશ્લેષણ

 12. ઉદ્યોગોમાં રાસાયણિક પ્રક્રિયા

 13. સામગ્રી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ